બળાત્કારના મામલે જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. આજે સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી પર જણાવ્યું છે કે, આસારામ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. આ કારણોસર અમે આ મામલે જાન્યુઆરીમાં સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટ પાસેથી રાહત ન મળતા આસારામનું દુ:ખ છલકાઈ આવ્યું છે. આસારામ જણાવે છે કે, જે પ્રકારે ટ્રાયલ ચાલી રહ્યો છે, તે પરિસ્થિતિમાં લાગી રહ્યું છે કે, મારો ટ્રાયલ ક્યારેય પણ પૂર્ણ નહીં થાય.
બળાત્કારના આરોપી આસારામ જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ આસારામે જણાવ્યું છે કે, ‘મારા મામલે જે પ્રકારે ટ્રાયલ ચાલી રહ્યું છે, તે જોઈને લાગી રહ્યું છે કે, મારા વિરુદ્ધ ક્યારેય પણ ટ્રાયલ પૂર્ણ નહીં થાય.’
આસારામ તરફથી સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે, તેમાં વધુ સાક્ષી રજૂ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત આસારામની વધતી ઉંમર અને બિમારીને કારણે જામીન માંગવામાં આવ્યા છે. અરજીમાં બગડતી તબિયત અને બિમારીનો હવાલો આપીને સારા ઈલાજ માટે જામીન માટેની માંગ કરવામાં આવી છે.