Home News Update Crime સુરતના ગોડાદરા વિસ્તારમાં ભ્રૂણ મળી આવતા ચકચાર..

સુરતના ગોડાદરા વિસ્તારમાં ભ્રૂણ મળી આવતા ચકચાર..

0

Published by : Anu Shukla

  • સુરતમાં રસ્તા વચ્ચે જ મહિલાએ ભૃણને જાતે બહાર કાઢી ફેંકીને પુરૂષ સાથે ફરાર, દંપતીના હાથમાં હોસ્પિટલની ફાઈલ હતી

બાળકને તરછોડવાની ઘટનાઓ તો છાસવારે સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં અજીબોગરીબ કહી શકાય તેમ ભૃણ ત્યજી કે ફેંકી દેવાની મજબૂરી કે નિર્દયતા સમાન કિસ્સો સામે આવ્યો છે. ગોડાદરા વિસ્તારમાં ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. માતા પિતા દ્વારા ત્રણ માસના ભૃણને રસ્તામાં ત્યજીને ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ પોલીસને થતા આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે માતા-પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન ભૃણને ત્યજી ફરાર થઈ જતા માતા-પિતા સીસીટીવીમાં કેદ થયા છે. જેમાં હોસ્પિટલની ફાઈલ પણ પુરૂષના હાથમાં છે જ્યારે મહિલા ભૃણ બહાર કાઢીને ફેંકી રહી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

રસ્તા પર ભૃણ ત્યજી માતા-પિતા ફરાર

ગોડાદરા લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે આવેલી સનરાઈઝ વિદ્યાલયના ગેટની સામે એક ત્રણ માસના બાળકનું ભૃણ મળી આવ્યું હતું. જેને લઇને ચકચાર મચી જવા પામી હતી. રસ્તા પર લાવારીસ ભૃણ મળી આવતા લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસે ભૃણને ત્યજી ફરાર થનાર માતા-પિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નાળ વીટાયેલી સ્થિતિમાં ભૃણ ત્યજી દેવાયું

ગળામાં નાળ લપેટાયેલી અવસ્થામાં ભૃણ રસ્તા પરથી મળી આવ્યું હતું. ત્રણ માસના ભ્રુણને આવી સ્થિતિમાં જોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ઘટના સ્થળે દોડી આવેલી ગોડાદરા પોલીસે ભૃણનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હતું.

હોસ્પિટલમાં તપાસ કરાઈ

ગળામાં નાળ વીટાયેલી હાલતમાં મૃત સ્થિતિમાં ભૃણને રસ્તા પર ત્યજી દઇ ફરાર થઈ જનાર નિષ્ઠુર માતા-પિતાને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે.પોલીસે સ્થાનિક વિસ્તારના નર્સિંગ હોમ, દવાખાના અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. આજુબાજુની સોસાટીઓમાં પણ અગાઉ ગર્ભવતી હોય અને હાલ દેખાતી નહીં હોય તેવી મહિલાની માહિતી મળે તો પોલીસને જાણ કરવા આસપાસના લોકોને જણાવાયું છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

હજુ તો જેને દુનિયા જોઈ નથી તે પહેલા જ તેને મોત મળ્યું છે. રસ્તા પર ત્રણ માસના ભૃણને ફેંકીને ફરાર થઈ ગયેલ દંપતીને શોધવા માટે પોલીસે તે વિસ્તારના સીસીટીવી પણ તપાસ્યા હતા.પોલીસે શરૂ કરેલી સીસીટીવીની તપાસ દરમિયાન બાળકને તે હજી ફરાર થઈ જતા દંપતી સીસીટીવીમાં દેખાઈ આવ્યા હતા. જાહેર રસ્તા પર બંને દંપતી ભૃણને ત્યજી ફરાર થઈ જતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. પોલીસે હાલ બાળકને ત્યજી ફરાર થઈ જનાર આ દંપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(ઇનપુટ : જયેન્દ્ર પાંડે)

https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/WhatsApp-Video-2023-02-09-at-9.27.51-PM.mp4

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version