Published by : Rana Kajal
અડીખમ મનોબળને કોઈ ક્યારેય ડગમગાવી શકતું નથી. તેવી જ કહેવતને સાર્થક કરતી વૈશાલી બેડમિન્ટનમાં સતત આગળ વધી રહી છે.સતત પ્રેક્ટિસ અને અડગ મનોબળ સાથે એક બાદ એક મેડલ પોતાના નામે કરી રહી છે.વૈશાલી જ્યારે ત્રણ વર્ષની હતી. ત્યારે જ પોલિયોના કારણે તેનો ડાબો હાથ નિષ્ક્રિય થઈ ગયો હતો. જોકે ત્યારબાદ તેમણે બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો હતો. 4 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમતી વૈશાલી પટેલ પોતાની રીતે આગળ વધી સ્કૂલમાં પણ વૈશાલી અભ્યાસમાં આગળ પડતી રહી છે. વૈશાલી હાલ DGVCLમાં નોકરી પણ કરે છે તેમજ બેડમિન્ટનમાં પણ મોખરે છે.
વૈશાલી એક વખત બેડમિન્ટન મેચ ટીવીમાં જોઈ રહી હતી ત્યારે તેમને રમવાની ઇચ્છાએ થઈ હતી. વૈશાલીએ નવસારીમાંથી પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ સુરતમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું.વૈશાલી એ જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેમના પતિ પણ તેમને સપોર્ટ કરે છે.આ સપોર્ટના કારણે હાલ પેરુના લીમામાં પેરુ પેરા બેડમિન્ટનનું આયોજન કરાયું હતું. જેમાં ડબલ્સમાં વૈશાલી અને પારુલ પરમારની જોડી એ ગોલ્ડ જીતી ગૌરવ વધાર્યું હતું.