Published By : Disha PJB
સુરત શહેરમાં કાપડના વેપારીને હનીટ્રેપમાં ફસાવી પોલીસના નામે 50 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વેસું વિસ્તારમાં કાપડના વેપારીને છ મહિના પહેલા નાનપુરા વિસ્તારના એક ફ્લેટમાં બોલાવી જ્યાં એક મહિલા અને અન્ય ત્રણ ઈસમોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી ટુકડે ટુકડે 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અને ત્યારબાદ વારંવાર ફોન કરીને પૈસાની માંગણી કરતા અંતે આ મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પિયુષ ઉમેશ વોરા અને નિકુલ પરષોત્તમ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે ડીસીપી સાગર બાગમારે જણાવ્યું કે, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગત 31 તરીખના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ફરિયાદી સાથે કેટલાક લોકો દ્વારા હની ટ્રેપ જેવી ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનામાં પોલીસે સૌપ્રથમ વખત બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમના દ્વારા કુલ અલગ-અલગ રીતે કુલ 50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.અને ફરિયાદી પાસે સૌપ્રથમ વખત છ મહિના પહેલા દસ લાખ રૂપિયા અને ગત 31મી તારીખે 40 લાખ રૂપિયા પડવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું કે, આ આરોપીઓ દ્વારા કુલ 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. અને અને ત્યારબાદ પણ
ગત 31મી ફરી ફોન કરીને 20 લાખ રૂપિયાની માંગણી કરતા અંતે ફરિયાદીએ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી શિવરાજ છે જે હાલ વોન્ટેડ છે. અને તેમના અન્ય આરોપીઓની પણ હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. પકડાયેલા બંને આરોપીઓની રિમાન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.