Home News Update સુરત : ચાર વર્ષનો બાળક રમતા રમતા બોલ્ટ ગળી ગયો હોવાની ઘટના…

સુરત : ચાર વર્ષનો બાળક રમતા રમતા બોલ્ટ ગળી ગયો હોવાની ઘટના…

0

Published By : Disha PJB

સુરતમાં ચાર વર્ષનો બાળક રમતા રમતા બોલ્ટ ગળી ગયો છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન પાસે આવાસમાં રહેતા ઈમરાન શેખ જેઓ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ચાર વર્ષનો પુત્ર નોમાન શેખ જેઓ ગઈકાલે પોતાના ઘર આગણે રમતારમતા નટ બોલ્ડ ગળી ગયો હતો. જેથી તે રડવા લાગતા માતા દોડી આવી હતી.

માતાને લાગ્યું કે, તે નટ બોલ્ડ તો નથી ગળી ગયોને જેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પોહચી હતી. જ્યાં ડોક્ટરે સારવાર શરૂ કરી અને ત્યારબાદ એક્સ રે કાઢવામાં આવ્યો તો સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ હતી કે, બાળકની અન્નનળીમાં બોલ્ટ જતો રહ્યો હોવાનું જણાયું હતું. હાલ પાણી અને કેળા આપીને બોલ્ટને કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

આ બાબતે નવી સિવિલ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે, ગઈકાલે સાંજે બાળકને તેની માતા લઈને આવી હતી. અને જે પ્રમાણે માતાએ જણાવ્યું તે પ્રમાણે અમે સારવાર શરૂ કરી હતી. જેમાં એક્સ રે કાઢવામાં આવ્યો હતો જેમાં બાળકના અન્નનળીમાં બોલ્ટ ફસાઈ ગયો છે. અને આવા પ્રકારના કિસ્સાઓમાં સૌ પ્રથમ વખત અમે પાણી અને કેળા આપીને બોલ્ટને કાઢવાના પ્રયાસો કરીએ છે. અને નહીં નીકળે તો પછી આગળની પ્રોસિજર કરવામાં આવશે.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version