Home News Update સુરત : યુવકે માનવતા ધર્મ નિભાવ્યો ! ટ્રાફિક જામમાં ફસાયેલ 108 એમ્બ્યુલન્સને...

સુરત : યુવકે માનવતા ધર્મ નિભાવ્યો ! ટ્રાફિક જામમાં ફસાયેલ 108 એમ્બ્યુલન્સને અજાણ્યા ઈસમ દ્વારા લોકોને રસ્તેથી ખસેડી બહાર કાઢવામાં મદદ કરી…

0

Published By : Disha PJB

સુરતમાં એક યુવકે માનવતા ધર્મ નિભાવ્યો, જેનો વિડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. ટ્રાફિક જામમાં ફસાયેલા 108 એમ્બ્યુલન્સને એક અજાણ્યા ઈસમ દ્વારા લોકોને બહાર કાઢવામાંની ઘટના સામે આવી છે. સમગ્ર સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેને કારણે જાહેર માર્ગો ઉપર સવારે અને સાંજે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે.

તેવામાં જો કોઈ 108 એમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેને હોસ્પિટલ પોંહચતા ખૂબ જ મોડું થઈ જાય છે. અને આના કારણે સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ જઈ રહેલા દર્દીને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જોકે અમુક વખત એવું પણ બને છે કે, કેટલાક લોકો 108ને સાઈડ આપી તેમને જવા દે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/VID-20230604-WA0009.mp4

સુરત શહેરના સેન્ટર પોઇન્ટ થી રીંગ રોડ સુધી મેટ્રોની કામગીરીની હોવાને કારણે આજે ભાર બપોરે પણ ખૂબ જ ટ્રાફિક હતો. તેવામાં એક 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જાય છે ત્યારે એક અજાણ્યા ઇસમ પોતાની બાઈક સાઇડ ઉપર મૂકી એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે લોકોને રિક્વેસ્ટ કરી રહ્યો છે કે, વાહનોને સાઈડમાં ચલાવો અને 108ને જગ્યા આપો.

તેવામાં જ એમ્બ્યુલન્સ ચાલાકની બાજુમાં બેઠાલા એએમટીના સંચાલકે આ યુવકનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો. આકરા તાપમાં યુવક દોડી દોડીને વાહનોને સાઈડમાં ચલાવો અને 108ને જગ્યા આપો એવું લોકોને રિકવેસ્ટ કરી રહ્યો છે. તે વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ યુવકને કારણે એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાંથી બહાર પણ આવી જાય છે.

મહત્વની વાત એ છે કે, આ યુવકે વગર સ્વાર્થે એક કિલોમટર સુધી દોડી ને સેન્ટર પોઇન્ટથી રિંગ રોડ સુધી ટ્રાફિક હટાવી એમ્બ્યુલન્સને સાઈડ અપાવી છે. જો કે હજી સુધી જાણી શકાયું નથી કે આ યુવક કોણ છે?

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version