Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસેકન્ડ હેન્ડ ચીજવસ્તુઓમાંથી રોબોટ તૈયાર કરવામાં આવ્યો…આ રોબોટ બોમ્બ પણ ડીફયુસ કરી...

સેકન્ડ હેન્ડ ચીજવસ્તુઓમાંથી રોબોટ તૈયાર કરવામાં આવ્યો…આ રોબોટ બોમ્બ પણ ડીફયુસ કરી શકતો હોવાનો દાવો…

Published by : Rana Kajal

સુરતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ એવો રોબોટ બનાવ્યો છે કે જે હાલ શહેરમાં ચારે બાજુ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતના એન્જિનિયરિંગ કોલેજમાં ભણી રહેલા વિદ્યાર્થીઓએ બનાવેલ હ્યુમન રોબર્ટ અને સિંગલ ટાયર સ્કુટર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહત્વની વાત છે કે આ હ્યુમન રોબર્ટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ જુના પાર્ટસ વાપર્યા છે.

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરતમાં રહેતા સામાન્ય પરિવારોમાંથી આવતા બી. ટેક.ના વિદ્યાર્થીઓ શિવમ મૌર્ય, સંગમ મિશ્રા, સત્યમ વર્મા, ગુરપ્રીત અરોરા અને વિકાસ મિત્તલે પોતાની ટેલેન્ટથી જે હ્યુમન રોબર્ટ તૈયાર કર્યો છે તે જોઈ ભલભલા આશ્ચર્યમાં મુકાઈ જાય છે. હ્યુમન રોબર્ટ જોવામાં ખૂબ જ અસામાન્ય છે. આર્મી અને ખાસ કરીને બોમ ડિફયુઝિંગ સ્કોડ માટે સુરતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા હ્યુમન રોબર્ટ આવનાર દિવસોમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. એમ મનાઈ રહ્યું છે

રોબોટિક ક્ષેત્રમાં ભવિષ્ય ઉજ્જવળ છે. જેના કારણે સુરતના મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ હ્યુમન રોબર્ટ બનાવવાનું વિચાર્યું. આ વિદ્યાર્થીઓએ ડીલીવરી હેતુથી પણ રોબર્ટ બનાવ્યો છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે. આ રોબોટ મોબાઈલથી ઓપરેટ થાય છે અને તેને કમાન્ડ જે દિશા આપવામાં આવે તે દિશામાં તે મોમેન્ટ કરે છે. એટલું જ નહીં હ્યુમન રોબર્ટ માં સંગીત પણ વાગે છે. જેનો આનંદ આ હ્યુમન રોબર્ટ ચલાવનાર વ્યક્તિ લઈ શકેછે. જ્યારે આ હ્યુમન રોબર્ટને ધ્યાનથી જોવામાં આવે તો આ હ્યુમન રોબર્ટના પગમાં સ્પોર્ટ શૂઝ પણ નજર આવે છે અને તે સામાન્ય માનવીની જેમ રોડ પર ચાલતો દેખાય છે.

આ અંગે શિવમ મૌર્ય એ જણાવ્યું હતું કે, જે રીતે એક વ્યક્તિ ચાલે છે તે જ રીતે અમે આ હ્યુમન રોબર્ટબનાવ્યો છે…. અત્યારે અમે તેના પગ ને લઈ ઇનોવેશન કર્યું છે.. તેનો ઉપયોગ આવનાર દિવસોમાં હોસ્પિટલ ,આર્મી કેમ્પસ અને કોઈએ બોમ્બ પ્લાન્ટ કર્યોહોય ત્યાં પણ ઉપયોગમાં કરી શકાય છે.સામાન્ય રીતે જો બોમ્બ પ્લાન્ટ કરવામાં આવે અથવા તો બ્લાસ્ટ થઈ શકે એમ હોય તેવી પરિસ્થિતિમાં આ રોબર્ટ ત્યાં જઈને બૉમ્બ ડિફયુઝ પણ કરી શકેછે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!