Published by : Anu Shukla
- સમગ્ર ભારત ઉપરાંત કેન્યા અને અફઘાનિસ્તાન સહિત 140થી વધુ સ્થળોએ આરઓના પ્લાન્ટ સ્થાપ્યા
- દરિયાઈ પાણી, ખાણોનું પાણી, હાનિકારક, દૂષિત આર્સેનિક, ફ્લોરાઈડ, નાઈટ્રેટ અને ખારા પાણીને નિયંત્રિત કરતી ટેક્નોલોજી
ડિસેલિનેશન અને વોટર પ્યુરિફિકેશનના ક્ષેત્રમાં ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1970ના દશકામાં શરૂઆતથી રિવર્સ ઓસ્મોસિસ (RO), ઈલેક્ટ્રો ડાયાલિસિસ અને થર્મલ ટેક્નૉલૉજી જેવી કે સોલર સ્ટિલ પર કામ કર્યું છે. સેન્ટ્રલ સોલ્ટે મેમ્બ્રેન મોડ્યુલો વિકસાવ્યા જે ખારા પાણીમાંથી 90%થી વધારે મીઠું અલગ પાડે છે અને પાણીને પીવાલાયક બનાવે છે.
CSMCRI દ્વારા 4” અને 8” વ્યાસના મોડ્યુલો માટે અનુક્રમે 300-400 લિટર પ્રતિ કલાક અને 1200-1500 લિટર પ્રતિકલાક પાણી પૂરું પાડે છે, જે ફીડ વોટરની ખારાશ અને કાર્યરત દબાણના આધારે છે. આ ટેક્નોલોજીમાં સતત સુધારા તેમજ ઓછા ખર્ચ માં બનાવવા માટે સક્ષમ બનાવ્યા છે.
ખારા પાણીમાંથી 90%થી વધારે મીઠું અલગ પાડે છે અને પાણીને પીવાલાયક બનાવે
સીએસએમસીઆરઆઇ ભાવનગર વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કરતી કેન્દ્ર સરકારની એક માત્ર રિસર્ચ લેબોરેટરી ગુજરાત રાજ્યમાં સ્થિત છે. છેલ્લા 5 થી 6 દાયકાઓથી સીએસએમસીઆરઆઇ એ પીવાલાયક પાણી ઉપર સંશોધન કરે છે અને પાતળી ફિલ્મ કમ્પોઝિટ (TFC) મેમ્બ્રેન ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક ખારા પાણી રિવર્સ ઓસ્મોસિસ (RO) મેમ્બ્રેન વિકાસ કર્યો છે. TFT મેમ્બ્રેનના ઘણા બધા ફાયદાઓ છે જેમ કે ઓછો કોમ્પેક્શન રેટ, વિશાળ પીએચ શ્રેણીમાં કામ કરવાની ક્ષમતા, ઈત્યાદી, જેથી કરીને મેમ્બ્રેનની લાઇફ વધારે સારી બને છે.
આ સંસ્થાએ દેશ અને વિદેશમાં 140થી વધુ પ્લાન્ટ સ્થાપ્યા
સીએસઆઇઆર-સીએસએમસીઆરઆઇ જે ટેક્નોલોજી બનાવી છે તે ખૂબ જ સારી કાર્ય ક્ષમતા આપનારી અને દરિયાઈ પાણી, ખાણોનું પાણી, હાનિકારક દૂષિત આર્સેનિક, ફ્લોરાઈડ, નાઈટ્રેટ અને ખારા પાણીને નિયંત્રિત કરી શકે છે અને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે.આ સંસ્થાએ દેશ અને વિદેશ, કેન્યા અને અફઘાનિસ્તાન સહિતના દેશોમાં વિવિધ ક્ષમતાના 140થી વધુ પ્લાન્ટ સ્થાપ્યા છે.
ભારતીય સેનાની સેવા માટે ઉપયોગ
CSMCRIએ 25 જગ્યાએ વર્ષ (2009-12) દરમિયાન અફઘાનિસ્તાનમાં 1000 LPH ક્ષમતાના RO પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કર્યા છે. તાજેતરમાં BSF, કચ્છ-ભુજની ખારડોઇ પોસ્ટ પર 8000-12000 TDS ફીડ વોટર માટે 0.1 MLD ક્ષમતાના ખારા પાણીના RO પ્લાન્ટની ડિઝાઇન, વિકાસ, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને જાળવણી પરનો પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. જે સરહદ પરની વિવિધ ચોકીઓ પર ભારતીય સેનાની સેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સીએસએમસીઆરઆઇની આ નવી ટેક્નોલોજી TFC મેમ્બ્રેન આધારિત RO ડિસેલિનેશન યુનિટની મદદથી પાણીને પીવાલાયક બનાવે છે.
દરિયાઇ પાણીના ડિસેલિનેશનમાં સંશોધન કાર્ય
સેન્ટ્રલ સોલ્ટ સંસ્થાએ સ્વદેશી રીતે બનાવેલી ટેક્નોલોજીથી વિકસિત ખારા પાણીની મેમ્બ્રેનનો ઉપયોગ કરીને નવી બે તબક્કાની ડિસેલિનેશન ડિઝાઇનના આધારે દરિયાઇ પાણીના ડિસેલિનેશનમાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. સંસ્થાએ તેના વિકાસ કાર્ય દરમિયાન એ પણ માન્યતા આપી હતી કે RO માત્ર સ્વાદ અને ડિસેલિનેશન વિશે જ નથી પરંતુ આર્સેનિક અને ફ્લોરાઈડ જેવી અન્ય અશુદ્ધિઓને દૂર કરી શકે છે. CSMCRI પાસે મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વાનની અનોખી ટેકનોલોજી પણ છે.