ગત તારીખ-૪થી ઓગસ્ટના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સોલેનીશ કેમિકલ કંપનીના ગેટ બહાર સારંગપુર વિસ્તારમાં આવેલ અંજની ધારા સોસાયટીમાં રહેતા પવન રમેશચંદ્ર ગુપ્તાની બાઈકની ચોરી થઇ હતી આ ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન યુનિયન બેંકની લુંટની ઘટનામાં સંડોવાયેલ લક્ષ્મણ નગરમાં રહેતો મનીષકુમાર નરેશ બંડેશ્વરી મંડલે બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ કરતા પોલીસે તેની અંકલેશ્વર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.