Published by: Rana kajal
સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવેસૌરાષ્ટ્રના 6 જિલ્લામાં નર્મદાનું પાણી છોડાયું છે તેથી દુકાળની પરિસ્થિતિ કે પાણીની અછત ભૂતકાળનો વિષય બની ગયો છે.સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં નર્મદાનું પાણી છોડાયું છે. રાજકોટ,અમરેલી,મોરબીના ડેમો નર્મદાના પાણીથી ભરાશે.6 જિલ્લામાં પાણી છોડાયું તેમજ જામનગર,બોટાદ,સુરેન્દ્રનગર તેમજ ધોળી ધજા ડેમ નર્મદાના પાણીથી 98 ટકા ભરાયા છે. જેને લઈ ઉનાળાની સિઝનનમાં સૌરાષ્ટ્રવાસીઓને પાણીની સમસ્યા સર્જાશે નહી. ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તેને લઈ નર્મદા વિભાગે આગોતરૂ આયોજન શરૂ કર્યું છે.આ બજેટમાં જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.નર્મદાના પાણી કચ્છ વિસ્તારમાં વિતરણ માટે 1970 કરોડ, સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોચાડવા 725 કરોડની જોગવાઈ, કસરાથી દાંતિવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડ, ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રક્ચરમાં રૂપાંતર માટે 300 કરોડ અને ચેકડેમ, તળાવો ઉંડા કરવા 272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે .