Home Bharuch સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકી હુમલો…ચાર આતંકવાદી ઠાર…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકી હુમલો…ચાર આતંકવાદી ઠાર…

0

Published By : Parul Patel

  • ચેતક કમાન્ડોએ દિલધડક ઓપરેશન સાથે મોકડ્રિલ પાર પાડી
  • આગામી સમયમાં એકતાનગર ખાતે યોજાનારી G-20 સમિટને લઈને સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ

નર્મદા જિલ્લામાં SOU એકતાનગર ખાતે G-20 સમિટનું આયોજન કરાયું છે. સલામતીના ભાગરૂપે આતંકી હુમલાની સફળ મોકડ્રીલ યોજાઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના અન્ય સ્થળો ખાતે આતંકી હૂમલો થતાં અનેક પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા. ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમ અને જિલ્લા વહીવટી તંત્રએ સતર્ક થઈને વિવિધ ફોર્સને એક્ટિવ કરી હતી.

ચેતક કમાન્ડોની ટીમો દ્વારા તાબડતોડ તમામ સ્થળોએ ઓપરેશન પાર પાડી આતંકીઓને ઠાર કર્યા હતા.

નર્મદા જિલ્લા લોકલ પોલીસ, સીઆઈએસએફ (CISF), એસઆરપીએફ (SRPF), એસઓજીની ટીમ, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ ટીમ દ્વારા જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી.

દુર્ઘટનાના મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાતના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version