Published by : Rana Kajal
ભારતીય સંસ્કૃતી અને ભગવાનમાં શ્રધ્ધા આ બધી બાબતો સૈકાઓ જૂની છે જે અંગેના પુરાવાઓ હજી પણ મળી રહ્યા છે…ઇટાલીના પુરાતત્વવિદોએ ઉંડા પાણીની અંદરથી એક પ્રાચીન મંદિરની શોધ કરી છે. આ પ્રાચીન મંદિર નબાતિયન સભ્યતાનું હોવાનું કહેવાય છે. આ સાથે જ બે ખાસ રોમન માર્બલની પણ શોધ કરવામાં આવી છે. પુરાતત્વવિદોને દક્ષિણ ઇટાલીમાં કેમ્પેનિયન નજીક પોજજુઓલી બંદર પર એક શોધ દરમિયાન પાણીની અંદર એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે.
પ્રાચીન મંદિરના અવશેષો જોઇને સૌ કોઇ દંગ રહી ગયા. આ અવશેષો નબાતિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલા મંદિરના હોવાનું કહેવાય છે, જે નબાતિયન ભગવાન દશેરા સાથે સમર્પિત છે. નબાતિયન સંસ્કૃતિમાં દશેરાને પર્વતોના દેવતા પણ કહેવામાં આવે છે. મંદિરના અવશેષોની સાથે સાથે શોધકર્તાઓને બે પ્રાચીન રોમન માર્બલ પણ મળી આવ્યા છે,
નબાટિયન રોમન સામ્રાજ્યનું સાથી સામ્રાજ્ય હતું. રોમન સમયમાં, નાબાટિયન સામ્રાજ્ય યુફ્રેટીસ નદીથી રાતા સમુદ્ર સુધી વિસ્તર્યું હતું. પેટ્રા અરબી દ્વીપકલ્પના રણ વિસ્તારમાં આવેલું છે, જે તે સમયે નાબાતિયન સામ્રાજ્યની રાજધાની હતું.નાબાટેઅન સામ્રાજ્ય પોઝજુઓલી બંદર સુધી પણ વિસ્તર્યું હતું, જે રોમન ભૂમધ્ય સમુદ્રનું સૌથી મોટું વ્યાપારી બંદર પણ હતું. 18મી સદીના મધ્યભાગમાં પ્રાચીન પોજજુઓલીના એક ભાગમાં નબટિયન દેવ દસરા સાથે સંબંધિત એક શોધથી સ્પષ્ટ થયું કે અહીં એક સમયે નબાટિયન સામ્રાજ્ય હતું. કારણ કે પ્રાચીન કાળમાં માત્ર નબટિયન સમાજના લોકો જ આ દેવતાની પૂજા કરતા હતા. જૉકે મંદિરના અવશેષો મળી આવ્યા બાદ વધુ શોધખોળ પણ ચાલુ રાખવામાં આવી છે. આ મંદિર વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, જે ઇટાલીના આ પ્રાચીન શહેરના ઇતિહાસના કેટલાક વધુ પડદા ખોલી શકે છે.