Published by : Rana Kajal
- હવે ચારધામ ની યાત્રા માટે ભક્તોએ ટોકન લેવા પડશે જૉકે તેની સામે ભક્તોને ખાસ સગવડ પણ આપવામાં આવશે…
ઉત્તરાખંડ સરકારે આ મહિને શરૂ થનારી ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ‘સ્લોટ’ અને ટોકન વિતરણ અને કતાર વ્યવસ્થાપન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પર્યટન અને ધાર્મિક બાબતોના પ્રધાન સતપાલ મહારાજે જણાવ્યું કે ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં લાંબી કતારો અને દર્શન માટે કેટલાંક કલાકો સુધી લાગેલા સમયને ધ્યાનમાં રાખીને દરેક એક કલાકનો ‘સ્લોટ’ ફાળવવામાં આવ્યો છે. જેમાં ટોકન્સનું વિતરણ કરવાનો અને કતાર વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વર્ષની ચારધામ યાત્રા 22 એપ્રિલે અક્ષય તૃતીયા પર ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથ 27 એપ્રિલે ખુલશે.પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે દરેક ધામમાં ઉપલબ્ધ જગ્યા અને રહેઠાણની ક્ષમતાના આધારે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ અને મંદિર સમિતિઓની સંમતિથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ સિસ્ટમ લાગુ થવાથી શ્રદ્ધાળુઓએ વધુમાં વધુ એક કલાક જ કતારમાં ઊભા રહેવું પડશે. મંત્રીએ કહ્યું કે ટોકન વિતરણ માટે દરેક ધામમાં કાઉન્ટર ઉભા કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી ચાર ધામ યાત્રા માટે આવતા ભક્તોને મંદિરમાં સરળતાથી દર્શન તો થશે જ પરંતુ ધામના દર્શન કરવા માટે પણ પૂરતો સમય મળશે. સતપાલ મહારાજે કહ્યું કે અત્યાર સુધીમાં કુલ 13.37 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરમિયાન, બદ્રીનાથ ધામ યાત્રા રૂટ પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે 27 એપ્રિલથી શરૂ થવાનું છે.