Published by: Rana kajal
ભારતમાંથી વિદેશ જતા યુવાનોની સંખ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે. ભારતમાંથી યુવા વર્ગ મોટા ભાગે US, UK,UAE વગેરે જેવા દેશ તરફ પ્રયાણ કરતા જોવા મળે છે. એવામાં, ભારત-બ્રિટેન યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ, આ મહિનાના અંત સુધીમાં ભારતીયોને 2,400 વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવશે. UK સરકારે ગઈકાલે આ મામલે જાણકારી આપી હતી. શરૂ કરાયેલી આ યોજના 18 થી 30 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકોને UKમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.
ભારતમાં બ્રિટિશ હાઈ કમિશન દ્વારા શેર કરાયેલ માહિતી મુજબ, નવી યોજના માટે વિગતવાર પાત્રતા માપદંડો બહાર પાડતા, નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું હતું કે 18-30 વર્ષની વય વચ્ચેના ભારતના તેજસ્વી યુવાનો માટે યુકેની શ્રેષ્ઠતાનો અનુભવ કરવાની આ એક ઉત્તમ તક છે. અરજદારો પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ – સ્નાતકની ડિગ્રી અથવા તેથી વધુ અને તેમની પાસે બચતમાં લગભગ રૂ. 2.6 લાખ હોવા જોઈએ. તેના આશ્રિત બાળકોમાંથી કોઈ સગીર ન હોવું જોઈએ. આ યોજની કાર્યવાહી 28 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2 માર્ચ સુધી અરજી કરી શકાશે. પસંદ કરેલા ઉમેદવારોએ પછીથી તેમના વિઝા માટે આમંત્રણમાં આપેલી સમયમર્યાદા સુધીમાં અરજી કરવી પડશે, જે સામાન્ય રીતે 30 દિવસની અંદર હોય છે.