Published by : Anu Shukla
- નામ રામ ખાન, લક્ષ્મણ ખાન…
- તહેવારો પણ બધાજ ઉજવવાના.ઈદ-દિવાળી પણ ઊજવવાની. નિકાહ પહેલાં થાય છે ગણેશ સ્થાપના.
કોઈ એકજ સમુદાયના લોકો હિંદુ અને મુસ્લિમ ધર્મના રીત રિવાજ પાળતા હોવાનુ જણાયું છે.કાથાટ સમુદાયના આ લોકો બન્ને ધર્મ પાળે છે.
સ્વતંત્ર ભારતમાં એક એવો વિસ્તાર છે, જ્યાં રહેતા તમામ લોકો બધા ધર્મમાં માને છે. તેઓ તમામ મંદિરોમાં દેવી-દેવતાઓને માથું નમાવે છે, તેમની પૂજા કરે છે અને મસ્જિદમાં સજદા પણ કરે છે. જ્યારે એક પુત્ર લગ્ન કરે છે, ત્યારે બીજાના નિકાહ કરે છે. એકતા એવી છે કે મોટા પુત્રનું નામ લક્ષ્મણ અને નાનાનું નામ સલીમ. પુત્રીઓમાં ચેતના મોટી દીકરી અને સિમરન નાની છે. પહેરવેશમાં હિંદુ અને મુસ્લિમ વચ્ચે કોઈ ફરક નથી. રાજસ્થાનના ચાર જિલ્લાઓ અજમેર, રાજસમંદ, ભીલવાડા અને પાલી જિલ્લાની વચ્ચે આવેલા પર્વતીય પ્રદેશમાં બ્યાવરની આસપાસ એક સમુદાય છે, ‘કાથાટ’
આશરે 10 લાખની વસતિ ધરાવતી આ કૃષિ જાતિએ ત્રણ ઇસ્લામિક વિધિઓ અપનાવી છે. 1. ખતના કરાવવી, 2. હલાલ ખોરાક, 3. દફનવિધિ. આ પછી તેઓ ઈદ પણ ઉજવે છે અને હોળી-દીવાળી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ સહિતના તમામ હિંદુ તહેવારો ધામધૂમથી ઉજવે છે. હોળીની રંગત હોય છે, તો દીવાળી પર દરેક ઘર રોશનીથી ઝળહળી ઉઠે છે.
આ સમુદાયમા નામોની કહાની પણ અજીબ છે. રામા ખાન, લક્ષ્મણ ખાન, ભંવરુ ખાન, પુરણ ખાન જેવા તો તેજા, સરદાર સિંહ, વિશાલ સિંહ જેવા પુરુષોના નામ છે જેઓ મુસ્લિમ ધર્મની સાથે હિંદુ રીતરિવાજોનું પાલન કરે છે. મહિલાઓના નામ સામાન્ય રીતે બદલાતા ન હતા. અહીં હિંદુ પરંપરાના નામ સીતા, લક્ષ્મી, પતાસી, સુનીતા, ગંગા અને જમુના છે. પુરુષો માથા પર પાઘડી અને ધોતી પહેરે છે. મહિલાઓ ઘાઘરા-ઓઢણી અને કુર્તી પહેરે છે. કાથાટ લોકો હિંદુ ધર્મમાં પણ માને છે અને મુસ્લિમ ધર્મને પણ અનુસરે છે. તે ઇસ્લામના ત્રણ નિયમો, ખતના કરાવવી, હલાલ ખોરાક અને મૃત્યુ પછી દફનવિધિથી બંધાયેલો છે. ઇસ્લામ હેઠળ આ ત્રણ બાબતોનું પાલન કરે છે જ્યારે હિંદુ ધર્મ હેઠળ સત્સંગ કરે છે અને મંદિરોમાં પણ જાય છે . લગ્નની વિધિના ભાગરૂપે ફેરા પણ થાય છે અને નિકાહ પણ પઢવામાં આવે છે. હિંદુ અને મુસ્લિમ ધર્મના તહેવાર પણ ઉજવે છે.