Home Blog तु चाहे लाख रुलादे ऐ जिंदगी…मंज़िले तो मे पा कर ही रहूंगा…

तु चाहे लाख रुलादे ऐ जिंदगी…मंज़िले तो मे पा कर ही रहूंगा…

0

બ્લોગ : ઋષિ દવે

Published By : Parul Patel

જીવનમાં ત્રણ પ્રકારના લક્ષ્ય હોવા જરૂરી છે.

પહેલું લક્ષ્ય : શોર્ટ ટર્મ લક્ષ્ય – જેમકે કોઈ પરીક્ષા પાસ કરવી. બીજું લક્ષ્ય : લોન્ગ ટર્મ લક્ષ્ય – જેમકે 80 વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત શરીર રાખવું. ઉંમરના એક પડાવ સુધીમાં નાણાંનું આયોજન કરી ચિંતામુક્ત થઇ જવું અને ત્રીજું લક્ષ્ય : આનંદિત રહેવું.

જય  અને આનંદ બે મિત્રો વચ્ચેના સંવાદ વર્ણવી ‘સફળતા ક્ષિતિજ પાર પુસ્તક લખનાર શ્રી જનાર્દન દવે એ આર. સી. સી ભરૂચ, આયોજિત ‘આવો પુસ્તકને મળીયે’ કાર્યક્રમમાં પુસ્તક ઘર, ઝાડેશ્વર ખાતે રસાસ્વાદ કરાવ્યો.

માઈન્ડ પાવર ટ્રેનર અને મોટીવેશનલ સ્પીકર  તરીકે જનાર્દન સેમિનારમાં ભાગ લઇ અનેકના જીવનમાં હકારાત્મક પરિણામો લાવી શકયા છે. ભરુચના શ્રીમતી ભારતીબેન અને નીતિનભાઈના પુત્ર, અને બહેન શિવાનીના ભાઈ, CIPET ની પરીક્ષામાં ભારતમાં પ્રથમ અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરી, વ્યસાયિક કારકિર્દીની શરૂઆત સંસ્કારી નગરી વડોદરાથી કરી, UAE, ફ્રાન્સ અને સ્પેન દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ફરજ બજાવી હાલ સુરતમાં સ્થાયી થયા છે.

લક્ષ્ય પ્રાપ્તિનો પથ, મનની અદ્ભૂત શક્તિઓ, હકારત્મક વિચારધારા, હકારત્મક વલણ, પ્રબળ ઇચ્છાશક્તિ, આત્મશ્રદ્ધા, પરિશ્રમ, અને સફળતા એમના 108 પેજના પુસ્તકના પ્રકરણના નામ છે. દરેક નામની એક પોકેટ બુક બની શકે એવા ચોટદાર પ્રસંગોનું વર્ણન કરેલું છે.

ગાંધીજીને પત્રકાર લુઈસ ફિશર રુબરુ મળે અને બાપુના  અનુયાયી બની જાય એવી સદભાવના બાપુમાં હતી. ડો. એ. પી. જે. કલામ એવું  કહેતા કે, “હું જયારે કોઈને મળું   છું, તે નાનો હોય કે મોટો, દરેકને માટે હું એવી ભાવના રાખું છું કે હું તેમના શું કામમાં આવી શકું ? હું તેમને શું આપી શકું ?  આવી ભાવના મને મળનાર વ્યક્તિના હૃદય પર જોરદાર અસર કરે છે. સફળ થવા માટે સકારત્મક ભાવના અત્યંત જરૂરી છે.

‘તમારા વિચારો તમારા જીવનમાં સફળતાનું સર્જન કરે છે.’ આ પંચ લાઈન સાથે ‘સફળતા ક્ષિતિજ પાર’ પુસ્તકમાં ચિત્ર દ્વારા વાત સમજાવવામાં આવી છે. તમારી ઈચ્છાઓ તથા સપનાને લક્ષ્યમાં પરિવર્તિત કરવા મારે ચિત્ર સ્વરૂપે તમારા કાર્ય કરવાની જગ્યાએ ચોંટાડો. એને જોતા રહેવાથી એક સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમારા જીવનમાં એક રોલ મોડેલનું હોવું જરૂરી છે. રોલ મોડેલ એટલે તમે જેને આદર્શ વ્યક્તિ માનતા હોય, જેના જીવનથી પ્રભાવિત હોય  એવા વ્યક્તિની તસવીર તમારી સામે રાખો.

ગુજરાતીમાં કહેવત છે મન હોય તો માળવે જવાય, મનનું અદભુત વિજ્ઞાન છે. મનના બે પ્રકાર છે, (1) જાગૃત મન, (2) અર્ધજાગૃત મન.  જાગૃત મન પાસે માત્ર 10 ટકા શક્તિઓ છે. અર્ધજાગૃત  મન પાસે 90 ટકા શક્તિઓ રહેલી છે. જે  વ્યક્તિ અર્ધજાગૃત  મનની શક્તિઓ જાણી લે છે  તે તેનો ઉપયોગ કરી સુખ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. હાલવુ,  ચાલવું ક્રિયાઓ કરીએ, બોલીએ તેની પર જાગૃત મનનો કાબુ રહેલો છે. સંવેદના એટલે કે જોવું, સાંભળવું, સુગંધ લેવી, સ્વાદ પારખવો આ બધી ક્રિયાઓ જાગૃત મન કરે છે. ઊંઘમાં અર્ધજાગૃત મન કંઈ ને કંઈ કરે છે. વિચાર કરવો, તર્ક વિતર્ક કરતા રહેવું, અર્ધઘટન કરવું, આ જાગૃત મન કરે છે. તક ઓળખવી, ઝડપી લેવી એ જાગૃત મનનું કામ છે. નિર્ણય નો અમલ કરવો એ જાગૃત મન કરે છે. ઈચ્છાશક્તિએ જાગૃત મનનું કામ છે. અર્ધજાગૃત મનને સૂચનો પહોંચાડવા પર તમારી સફળતાનો આધાર રહે છે. નકારત્મક સૂચના  અર્ધજાગૃત મન સુધી પહોંચાડો નહિ.  અર્ધજાગૃત મન તમારો રક્ષક છે. યાદશક્તિ  અર્ધજાગૃત મનની અદ્ભૂત શક્તિ છે. અંતરાત્માનો અવાજ તમને ખોટું કરતા રોકે છે.  ટેલીપથી અર્ધજાગૃત મનની શક્તિ છે. જ્ઞાન, સમય સાથે તાલમેલ, તક ઝડપી લેવાની તૈયારી, અર્ધજાગૃત મનના કામ છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર, હીલિંગ, પ્રબળ ઈચ્છા, હું સફળ વ્યક્તિ છું, I am the Best, Yes I can do it, સૂચનો તમને આગળ ધપાવે છે.

હકારાત્મક વલણ એટલે કોઈપણ સમસ્યામાંથી સમાધાન શોધવું, ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનચાલકો ઉશ્કેરાય જાય, અકળામણ અનુભવે, ગુસ્સે થઈ જાય જેના કારણે માનસિક સંતુલન ગુમાવે. આવા સમયે મગજ શાંત રાખી ધીરજ ધરવી એકમાત્ર ઉપાય છે. તમે શાંત હશો તો બીજાને શાંતિ આપી શકશો.

કોરોલી  નામની બેસ્ટ પિસ્તોલ સૂટરના જીવનમાં કેટકેટલી વીટમ્બણાં આવે, પડકારો આવે, તે બધાને ઓળંગીને પિસ્તોલ શુટિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો. હંગેરીના લોકોએ તેને  હર્ષાશ્રુથી વધાવી લીધો. 1952ની ઓલમ્પિકનો ગોલ્ડમેડલ જીતીને પ્રબળ ઈચ્છાશક્તિઓનું જવલંત ઉદાહરણ બની ગયો. કોરોલી  જેવી બર્નિંગ ડિઝાયર કેવી રીતે જાળવી રાખવી એ પુસ્તકમાં વાંચો તો જ કેળવી શકશો.

આત્મશ્રદ્ધા પ્રકરણમાં એક છોકરો દાઝી જાય, તેનું અડધું અંગ નકામું બને, ધડ થી પેટ  સુધીના અંગો કાર્યરત. ગ્લેન કનિંગહામ વિશ્વનો ઝડપી દોડવીર બને તેની  આત્મશ્રદ્ધાનું વર્ણન ચોટદાર છે.

વિઝયુલાઈઝેશન કરો, ચિત્રકાર, શિલ્પકાર શું કરે છે? કલ્પનાશક્તિને ધારદાર બનાવે, પરિશ્રમ કરે જ છૂટકો. દશરથ માંઝી 1960 થી 1982 સુધી એક પહાડને કાપી રસ્તો  બનાવે, અબ્રાહમ લિંકન ચૂંટણીમાં હારનો સતત સામનો કરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બને. જીવનનો ખરો આનંદ બીજાને મદદ કરવાથી મળે છે.

ભાઈ જનાર્દન તારી જ કાવ્ય પંક્તિઓથી આ બ્લોગનું સમાપન કરું છું, આયુષ્માન ભવઃ

तु चाहे लाख रुलादे ऐ जिंदगी, मंज़िले तो मे पा कर ही रहूंगा।

तेरे दिये आंसुओमे कहा इतनी ताकत, जो मेरी आंखोसे सपनो को बहा सके।  


NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version