બ્લોગ : ઋષિ દવે
મહાત્મા ગાંધીજીની હત્યા થઇ એ વખતે અને ઈમરજન્સી વખતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ RSS પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને બંને વખત પ્રતિબંધ લાદનારા ખોટા સાબિત થતા, રાષ્ટ્રજોગ જાહેર કરવામાં આવ્યું. 12મી જુલાઈ 1949 આકાશવાણી પરથી જાહેર થયું હતું. સરદાર વલ્લભભાઈએ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને પત્ર લખીને જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યા પાછળ RSSનો હાથ ન હતો.
જોગાનુજોગ શુક્રવાર તા. 17મી જાન્યુઆરીએ અભિનેત્રી કંગના રાઓતની બહુ ચર્ચિત ફિલ્મ ‘ઈમરજન્સી’ રીલીઝ થઇ છે. રિવ્યુ આપનારાએ કંગનાનો અભિનય વખાણ્યો છે, ફિલ્મ લાંબી છે એવી ટકોર કરી છે.
‘રાષ્ટ્રીય આરાધન’ શરૂથી અંત સુધી મેં રસપૂર્વક જોયું. નારાયણ વિદ્યાવિહારના વિશાળ પટાંગણમાં સોફા, આરામદાયક ખુરશી પર બેસવું અને સ્ટેજ પર તેમજ LED Screen પર રેકોર્ડેડ કોમેન્ટ્રી તથા જીવંત અભિનય કરતા, સંવાદ બોલતા એક, બે, ત્રણ, ચાર….વીસ, પચ્ચીસ પાત્રને અનુરૂપ વેશ પરિધાન કરેલા શાળાના વિદ્યાર્થીઓ આવે ને પલકવારમાં રજૂઆત કરી સ્ટેજ પરથી હારબંધ ઉતરી જાય કે તરત જ ‘હમ કરે રાષ્ટ્ર ઉતરાધન’ ગીત રજૂ કરનારા ૭ જણાની ટીમને Salute! સતત સ્ટેજ પર ઉભા રહેવું, RSS ગાથાને આગળ વધારવી એક સેકન્ડના બ્રેક વગર. આ રીતની કોરીઓગ્રાફી કરાવનારા શિક્ષકો અને વિદ્યાર્થીના વાલીઓ કે જેમણે દિવસોનો અથાક પરિશ્રમ લેવો લાગ્યો.
ખાખી અડધી ચડ્ડી, શર્ટ અને કાળી ટોપીમાં જોયેલા RSSના સ્વયં સેવકો વિજયાદશમીના શુભદિને કવાયત કરતા જોયા હતા, ‘રાષ્ટ્ર આરાધન’માં એ જ શિસ્ત સાથે વિદ્યાર્થીઓને જોયા, પુરુષ એકલા જ શા માટે RSSમાં છે, એનો ઉત્તર મળ્યો ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ લક્ષ્મીબાઈ કેબ કરે વો શકિત હૈ અને જવાબદારી સ્વીકારી.
ગુંજ્યું ગીત जब तक शरीर में प्राण तब तक मैं संघ का स्वयं सेवक हूँ | अपने व्यकितत्व को भूल जाना ही हमारा पहला कर्म है हमारे लिए राष्ट्र धर्म ही महान है| हो जाओ तैयार साथी ओ | યુદ્ધ ક્ષેત્રમાં સેના કે સહયોગનું દ્રશ્ય લાજવાબ. ઘાયલ સૈનિકોને સ્વયં સેવકો ત્વરિત First aid આપે. 1963 ગણતંત્ર પરેડમાં RSSની ટુકડીએ ભાગ લીધો એ દ્રશ્ય ભાવવિભોર બનાવી દે ‘’
‘मातृभूमि के लिए निस्वार्थ सेवा’ ‘वसुंधरा सवार दे’ ગીત અને 1965 ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ગુરુજી હાકલ કરે अब हमारे पास अणु बोम्ब होना चाहिए क्योंकि चीन के पास है| 1964માં વિશ્વ હિન્દૂ પરિષદનો પ્રારંભ થાય. ધીરે ધીરે देश हमारा आगे बढ़ता जाता है राम जन्मभूमि ને એક વર્ષ થયું. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ભારતનો અમૃતકાળનો પ્રારંભ. વિશ્વગુરુ બનવાનો સંકલ્પ અખંડ ભારત, હિન્દુધર્મ સર્વશ્રેષ્ઠ, અતિથિદેવો ભવઃ આ બધા સર્વકાલીન સુત્રોની ગીત સંગીત અભિનય સાથે રજૂઆત કરતા નારાયણ વિદ્યા વિહારના શિક્ષકો, આમંત્રિતો અને ડો. મહેશ ઠાકરને લાખ લાખ અભિનંદન. શિક્ષકગણ, વાલીગણ અને સૌથી વિશેષ બાળ કલાકારોની રાષ્ટ્ર ભાવના ઉજાગર રહેશે જ એજ અભિલાષા. વંદે માતરમ્.
વાહ ખુબ સરસ આર્ટીકલ લખ્યો છે ખૂબ ખૂબ અભિનંદન બાળકો અને શિક્ષક પણ તથા આચાર્યશ્રીના આપે જે વખાણ કર્યા છે તે ખરેખર યથા યોગ્ય જ છે સંઘનો મહિમા મંડન કરવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ. સંઘના આધ્ય સ્થાપક ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવાર , 1925 માં સંઘ ની સ્થાપના વિજયાદશમીના દિવસે કરી તેવો એકાદ ઉલ્લેખ આવકાર્ય બનતે. ફરી એકવાર અભિનંદન સહ ધન્યવાદ