બીજી મા સિનેમા : ઋષિ દવે
Published By : Aarti Machhi
દિલ્હીની પંચતારક શાનદાર હોટલમાં પાર્ટી ચાલી રહી છે, જેમાં સલોની બગ્ગા (તૃપ્તિ ડિમરી) માટે યોગ્ય મુરતિયો શોધવા માટે મા કરોના (નેહા ધૂપિયા) અને સરલા ચાચી (રચના વસાવડા) એક પછી એક છોકરાઓ વિશે અભિપ્રાય આપતા જાય છે, સલોનીને હમણાં લગ્ન કરવા નથી એને કેરિયર બનાવી છે, હોટલમાં હેડ શેફ તરીકે અને ગ્રાહકને એવી વાનગીઓ બનાવી ખવડાવી છે કે એને Best Food Preparation Award મળે. આ પાર્ટીમાં અખિલ ચડ્ડા (વિકી કૌશલ)ની એન્ટ્રી થાય છે. બિન્દાસ્ત, પાર્ટીમાં બધાની સાથે હળીમળીને મજાકમસ્તી કરતો કરતો સલોનીના ચાચી પાસે સેફટીપિન માંગે છે, ચાચી કંઈપણ વિચારે તે પહેલા એ જ બોલે છે, आंटी देखो पर्स में रखा होगा ।
SWAG સાયકલ પર સવાર થઈ तेरा थोड़ा-थोड़ा मुखड़ा देख के ગીત ગાઈ છે. સલોનીને ઈમ્પ્રેસ કરે છે. कुछ कुछ होता है, अमोल पालेकर और ऋत्विक रोशन का फ्यूजन जैसा हैंडसम ।
आपकी नजरों के सामने से जा रहा हूं । याद रखना दिल और दिमाग से नहीं जानेवाला । स्टार पर जाने के लिये रॉकेट की जरूरत होती है और वहा मैं आपको ले जाऊंगा | આવું એકધારું બોલીને અખિલ ચડ્ડા શાંત થાય છે. સલોનીના હૃદયમાં હલચલ મચે છે. मेरी जिंदगी में एक तूफान की तरह आया और ordinary Life को extra ordinary बना दिया | Trial Period को Subscription मे बदल दीया | और हो गई चट मंगनी, पट शादी |
સુહાગરાત : સલોની અને અખિલ શયનખંડમાં જેવા નજીક આવે કે ડોર પર ટકોરા પડે. અખિલ બારણું ખોલે. વિશની ચડ્ડા અખિલની મમ્મી, sorry બેટા કહી હનીમૂન માટે ફોરેન ટ્રીપની ટિકિટ આપે. સલોની મૂંગે મોઢે તમાશો જુવે. ત્રીજી વખત બારણે ટકોરા પડે, દરવાજો ખુલે , મમ્મી ગુડ નાઈટ આપતા કહે : यह लगा लेना आजकल मच्छर बड़े तंग करते हैं, मलेरिया ना होजाये ।
अखिल दो हाथ जोड़कर बोलता है, मच्छरों को मैं संभाल लूंगा आप अपनी ममता को संभाल के रखो અને પછી લાઈટ ઓફ. शेरवानी से शेर बहार आ ही गया |
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દ્રશ્યો :
ફિલ્મના સદાબહાર ગીતો
- येसे ना देखो, जान खो न जाए हम
- मुड़ मुड़ के ना देख मुड़ मुड़ के
- क्या से क्या हो गया बेवफा तेरे प्यार में
મમ્મીનો પઝેસીવ નેચરનું કારણ…દર કલાકે એ Video call કરે એટલે સલોનીનું મગજ જાય. અખિલ સલોનીને સમજાવે : पिताजी को अटैक आया, तब मम्मी अकेली थी मुझे फोन किया लेकिन मैं करोल बाग में मेरे दोस्तों के साथ पार्टी में बिजी था । मैंने फोन नहीं उठाया, मम्मीने एंबुलेंस बुलाई, अस्पताल ले गई । पिताजी चल बसे, में उन्हें मिल न सका तब से मुझे मोबाइल फोबिया हो गया है । સલોની આ બધું સાંભળે છે ગુસ્સો એનો શાંત પડે છે.
સલોની શેફ તરીકેની નોકરી શરૂ કરે છે. અખિલ એની હોટલના કિચનમાં કોઈને કોઈ બહાને પહોંચી જાય, જે એના બોસને ગમતું નથી. સલોની શરૂઆતમાં અખિલને રોકે છે એ સુધરતો નથી એકવાર હોટલમાં પહોંચે છે ત્યારે સલોની એક ટેબલ પર બેઠેલા કસ્ટમરને એણે બનાવેલી ડીશ સમજાવે છે. પણ કસ્ટમર એલફેલ શબ્દોમાં સલોની સાથે વર્તાવ કરે છે એ જોઈને અખિલ કસ્ટમરને એક લાફો મારી દે છે. બોસ સલોનીને નોકરીમાંથી કાઢી મૂકે છે.
સલોની અને અખિલનો ઝગડો ઉગ્ર બને છે. તે પિયર જાય છે ત્યારે ટીવીમાં એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ ચાલતો હોય છે. બધાને એ જોવામાં રસ હોય છે, આંટી સમજાવે છે સલોની तू इतना समझ के प्यार तुझे करता है किसी और को मारता है | पड़ोसन के पति को देख, प्यार करता और मारता भी उसको है ।
સલોની ડિવોર્સની વાત કરે છે, અખિલ કહે છે 15 દિવસમાં ડિવોર્સ પેપર તને મળી જશે. સલોની મસુરીની હોટલમાં જોબ મેળવે છે. હોટલના માલિક ગુરુબીર પન્નુની સાદગીથી ઇમ્પ્રેસ થઈ જાય છે. ગુરુવીર પન્નુ કહે છે : लड़ाई हाथों से नहीं दिमाग से जितनी चाहिये | સલોની પાસે એના પહેલા પ્રેમ વિશેની વાત કરતા કહે છે : अमदावाद में मिला था, सुजल नाम था, दांडिया खेलते थे, दांडिया खेलते उंगली तूट गई, दिल जुड़ गया |
સલોની ગુરુબીર પન્નુ બેના એક થાય છે. સલોનીને અખિલ MOVE ON કરી ગયો એટલે કે અન્ય સ્ત્રીઓના ચક્કરમાં પડી ગયો હોય એવા વિડિયો મળે છે. સલોની પન્નુ સાથે હરે ફરે છે.
SIX WEEK LATER
અખિલ સલોનીની મસુરીની હોટલ પર આવે છે. માફી માંગે છે. પન્નુ સાથે એને ફરતી જોઈને બોલે છે. स्टार्टर वहां खाया और मेरे साथ मेइन कोर्ष खा ले ।
સલોની પ્રેગનેટ બને છે.
ડોક્ટર બાવેની (ફેજલ રશીદ) સલોનીના રિપોર્ટના એનાઉન્સમેન્ટ માટે હોટલના સ્ટાફને ભેગો કરે છે અને કહે છે લાખમાં એકાદ કેસ આવો બને છે. હેદ્રાફેડરાનીલ સિન્દ્રોમ. ટવીન્સ છે અને એક સાયકલમાં બે એગ ફર્ટિલાઇઝ થયા છે. બે અલગ અલગ વ્યક્તિના છે એટલે બે બાપ છે. એક અખિલ ચડ્ડા બીજો ગુરૂબીર પન્નુ. અહીં ઇન્ટરવલ પડે છે.
KBCની જેમ સલોની પાસે ચાર ઓપ્શન છે
a) सब मिल के एक साथ रहो
b) अखिल के साथ रहेगी
c) पन्नू के साथ रहेगी
d) अपने बाप के साथ बच्चे रहेगे
સલોની કહે છે હું e) ઓપ્શન સ્વીકારીશ બંને બાળકો મારી સાથે રહેશે. કોણ કોણ સાથે રહે છે એ જોવા ફિલ્મ જરૂર જોજો.
શેફ તરીકે સલોનીનો છેલ્લો ડાયલોગ જોરદાર છે : होटल में खाना पेट भरने के लिए नहीं खाना चाहिये। अपनों के साथ रिलेशन मजबूत करने के लिये, यादों को जीने का सहारा बनाने के लिए साथ मिलकर एंजॉय करो, अकेले नहीं, बाट कर खाओ ।
Eat – Food, to Celebrate.
दुनिया में कितनी नफरत है फिर भी इंसानियत बची हुई है | काम में प्यार और प्यार में काम ढूंढते रहोगे, तुम्हें प्यार करने वाले सच्चे प्रेमी के प्रेम को महसूस करना भूल जाओगी | ડિરેક્ટર અનિલ તિવારીને સો સો સલામ.