ગતરોજ અંકલેશ્વર પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા આમલાખાડીમાં ગોડાપૂર આવતા પીરામણ ગામ અને ગુજરાત ગેસ પાસે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા જયારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર મોડી સાંજે પાણી ફળી વળ્યા હતા જેને પગલે માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આજરોજ ખાડીના પાણી ઓસરતા પુનઃ વાહન વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો.