- પોસ્ટ મોર્ટમમાં માથા આ ભાગે ઇજાઓના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું
અંકલેશ્વરના ઉછાલી ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલ મંદિર પાસે રહેતા પૂજારીનો ઝુપડામાંથી લોહીલુહાણ હાલતમાં પૂજારીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર ઉછાલી ગામના મુખ્ય માર્ગ ઉપર નાનું મંદિર આવેલું છે જે મંદિરની બાજુમાં પૂજારીનું ઝુપડું આવેલ છે બે દિવસ અગાઉ અહીંથી લોહીલુહાણ હાલતમાં પૂજારીનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સૂત્રોએ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે પૂજારીની હત્યા કરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. જો કે પોલીસે ડોકટરની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું જેમાં માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના ઘાથી ઇજાઓ પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું.. આ મામલામાં તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને આ હત્યા પાછળના કારણો શોધવાની કવાયત હાથ ધરી છે.