Published By : Parul Patel
આપણા શાસ્ત્રો અનુસાર અનેક વિધ તહેવારો આવે છે. એમાંય ગુજરાતી કેલેન્ડરના હિસાબે અનેકવાર બને છે કે, અધિક માસ આવતા હોય. આ વર્ષે એજ રીતે શ્રાવણના બે મહિના છે, જે આપણે એક અધિક માસ તરીકે ઉજવીયે છે. વિવિધ મંદિરોમાં ઘણા પૂજા પાઠના અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવે છે. આજ પ્રમાણે અંકલેશ્વરના મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે આવેલ માંડવ્યેશ્વર મહાદેવ, ક્ષિપ્રા ગણેશ અને નર્મદા મંદિર ખાતે પવિત્ર અધિક શ્રાવણ માસ અને શ્રાવણ મહિનામાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવનાર કાર્યક્રમોં :
- તા. 18 જુલાઈ થી 16 ઓગસ્ટ સુધી ચાલનારા અધિક શ્રાવણ માસ માં દર સોમવારે રૂદ્ર અભિષેક
- તા. 1 ઓગષ્ટ ને મંગળવારે ભવ્ય વિષ્ણુયાગનું આયોજન કરવામા આવ્યું છે. અધિક માસ માં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે.
- તા. 17 ઓગષ્ટ થી શરૂ થનાર મહાદેવજીની ભક્તિમાં લીન થવા માટે શ્રાવણ માસના દર સોમવારે રુદ્ર અભિષેક,
- તા.11 સપ્ટેમ્બરે હોમાત્મક લઘુરુદ્ર,
- તા. 26 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશ યાગ
- તા.23 ઓકટોબરે નર્મદા મંદિરે આસુ સુદ નોમ ને દિવસે એક ચંડી હવન
આ સાથે અનેક કાર્યક્રમોનું પૂર્વ આયોજન કરાયું છે. આ પૂજાઓમાં બેસવા માટે અગાઉ થી પૂજારી પાસે નામ નોધાવાનું રહેશે…