અંકલેશ્વરના ઓ.એન.જી.સી.ઓફીસ પાસેથી ઝડપાયેલ મોબાઈલ સ્નેચિંગના આરોપીની તપાસ દરમિયાન ૧૩ મોબાઈલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગત તારીખ-૪થી નવેમ્બરે અંકલેશ્વરની શાકમાર્કેટમાથી મહાવીર ટર્નિંગ જતા રોડ ઉપર બે યુવાનો ચાલતા-ચાલતા જતા હતા તે દરમિયાન ઓ.એન.જી.સી.ઓફીસ પાસે પાછળથી બાઈક નંબર-જી.જે.ડી.ઈ.૨૯૭૦ ઉપર આવેલ બે ગઠીયા પૈકી પાછળ બેઠેલા ઇસમે રાહદારીના હાથમાં રહેલ ફોનની ચીલ ઝડપ કરવા જતા મોબાઈલ ધારકે ફોન નહિ છોડતા બાઈક પર આવેલ ગઠીયા માર્ગ ઉપર પટકાયા હતા જેમાંથી એક ગઠીયાને વાટે માર્ગુઓએ પકડી પાડી અંકલેશ્વર એ ડીવીઝન પોલીસને હવાલે કર્યા હતા પોલીસે ઝઘડિયા તાલુકાના માલપોર ગામના માનસિંગ ફળિયામાં રહેતો અનીલ હસમુખ વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરતા તેણે ૧૩ મોબાઈલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો કબુલ કર્યું હતું પોલીસે તેની પાસેથી ૧.૦૬ લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.