- અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપ્યો….
- પોલીસે ટેમ્પો ચાલક સહીત બે ઇસમોને ઝડપી તપાસ હાથ ધરી
આઈસર ટેમ્પો નંબર-જી.જે.૦૫.બી.એક્સ.૭૮૫૩માં બે ઈસમો શંકસ્પદ ભંગારનો જથ્થો લઇ રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર શહેરના ચૌટા નાકા થઈને સુરત ખાતે જવાના છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો આઈસર ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના સળિયા મળી આવ્યા હતા. પોલીસે ૧૭૨૫ કિલો ભંગાર રૂપિયા ૩૪ હજાર અને ૬ લાખનો ટેમ્પો મળી કુલ ૬.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના ઉધના નાનપુરા મચ્છી માર્કેટ પાસે રહેતો ટેમ્પો ચાલક અકલુ શુખુ પ્રસાદ અને મદન ગોપાલ જૈસ્વાલને ઝડપી પાડી બંને વધુ પુછપરછ હાથ ધરી છે.