અંકલેશ્વરના દીવા ગામ પાસે આવેલ જળકુંડ ખાતે વહીવટી તંત્ર દ્વારા ગતરોજ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણેશ ભકતોએ હર્ષોઉલ્લાસ ભેર શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. જે બાદ આજરોજ પ્રતિમાઓ પાણીમાં તરતી જોવા મળી હતી સાથે જળકુંડ પાસે રહેતા બાળકો આ કુંડમાં જીવના જોખમે ડૂબકી લગાવતા નજરે પડ્યા હતા.
ગતરોજ ગણેશ વિસર્જન બાદ રીલેક્ષ મોડમાં મુકાયેલ અધિકારીઓએ જળકુંડમાં વિસર્જન બાદ પોતાની જવાદારીમાંથી છટકી ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જળકુંડની ઉંડાઈને ધ્યાનમાં રાખી યોગ્ય પગલા વહીવટી તંત્ર દ્વારા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.