- હાલમાં જ તરિયા ગામે ભાડભૂત બેરેજ યોજનાના 5 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ બેઠક યોજી હતી
- સુરત જિલ્લાની જેમ વળતર નહિ તો વોટ નહીનો નારો તેજ બનાવ્યો હતો
- અન્ય જિલ્લાના જનપ્રતિનિધિઓની જેમ ભરૂચના પ્રજાના પ્રતિનિધિ હક અપાવવામાં પાણી વગરના પુરવાર થતા હોવાનો ખેડૂતોનો મત
ભાડભૂત બેરેજ યોજનાને લઈ હવે અસરગ્રસ્તોની નારાજગી વધતી જાય છે. અન્ય જિલ્લાની જેમ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર નહિ મળતા તેઓનો જિલ્લાના જનપ્રતિનિધિ સામે નારાજગી વધી રહી છે.
ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનમાં વળતરનો ઉકેલ હલ થઈ રહ્યો નથી. એકસપ્રેસ વે માં તો ખુદ ભાજપ કિસાન સંઘના હોદેદારો જ વળતર મુદ્દે ભાજપ સામે પડ્યા છે. અને અંકલેશ્વરમાં દિવા ગામથી કામગીરીને અટકાવી રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.તો બીજી તરફ ભાડભૂત બેરેજ યોજનાને લઈ અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો પણ છેલ્લા કેટલાક રવિવારથી બેઠકો યોજી વિરોધ પ્રદર્શન માટે રણનિત્તી ઘડી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના તરિયા ગામે ભાડભૂત બેરેજ યોજનાના 5 ગામના અસરગ્રસ્તોએ હાલમાં જ બેઠક યોજી હતી. જેઓએ સુરત જિલ્લા મુજબ તેમને જંત્રીનું વળતર મળવાની માંગ બુલંદ કરી હતી. જો સરકાર તેમને અન્ય પાડોશી જિલ્લાની જેમ વળતર નહિ આપે તો બેરેજ યોજના પ્રોજેકટની કામગીરી આગળ વધવા નહિ દેવાનો હુકાર કર્યો હતો.