અંકલેશ્વર શહેરમાં આવેલ ત્રણ રસ્તા સ્થિત સર્કલ જર્જરિત બન્યું હતું આ સર્કલ બનાવવા માટે શહેરમાં વસતા રાજસ્થાની સમાજ એવા રાજપુરોહિત સમાજે પાલિકા પ્રમુખ વિનય વસાવાને રજૂઆત કરી હતી અને સર્કલ બનાવવા માટે રાજપુરોહિત સમાજને કામગીરી સોપવા માંગ કરી હતી જે માંગણીને ધ્યાનમાં રાખી પાલિકા તંત્ર દ્વારા ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે નવનિર્માણ પામનાર સંત ખેતેશ્વર સર્કલનું ગતરોજ સાંજે પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
આ સર્કલ જોધપુરી પથ્થરોથી એક મહિનામાં તૈયાર થશે આ ખાતમુહુર્તના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા,કારોબારી ચેરમેન સંદીપ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત આગેવાનો અને રાજસ્થાની સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.