અંકલેશ્વરના પ્રતિન ઓવર બ્રિજ નીચે નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે બાઈક સવાર સાઢુ ભાઈઓને ટક્કર મારતા બંનેના કરુણ મોત નીપજ્યા હતા. નેત્રંગ તાલુકાના કેલ્વી કુવા ગામના વડ ફળિયામાં રહેતા ઉમેશ ચીમનભાઈ વસાવાના પિતા ચીમનભાઈ સોમાભાઈ વસાવા અને માસા મનીષ મધુસિંગ વસાવા બાઈક નંબર-જી.જે.16.બી.ઇ.2433 લઈ અંકલેશ્વર ખાતે કામ અર્થે આવ્યા હતા જેઓ બંને સાઢુ ભાઈઓને અંકલેશ્વરના પ્રતિન ઓવર બ્રિજ નીચે નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરથી સુરત ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કાર નંબર-ડી.એલ.1 સી.એ.ઇ.9047ના ચાલકે પુરપાટ ઝડપે હંકારી લાવી બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ચીમન વસાવાને તાત્કાલિક અન્ય કાર સવારે સારવાર અર્થે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં હાજર તબીબી તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા જ્યારે મનીષ વસાવા 108 સેવાની મદદ વડે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.