અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહીત બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા…અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામના નિશાળ ફળીયામાં રહેતો બુટલેગર જયેશ ગુમાન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૩ નંગ બોટલ મળી કુલ ૧૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર જયેશ વસાવાને ઝડપી તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે અંકલેશ્વરના માંડવા ગામની મહિલા બુટલેગર દેવીબેન જીવણ વસાવા ગામની સીમમાં જુના સરદાર બ્રીજ નીચે ઓરડી વગામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૪૮ નંગ બોટલ મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.