- નોટિફાઇડ ઓથોરીટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવામાં આવશે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બે જેટલા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવામાં આવશે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. અને શહેરમાં ગતરોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું નોટિફાઇડ ઓથોરીટી દ્વારા ઈ.એસ.આઈ.હોસ્પિટલ સામે ગણેશ ઉત્સવના બીજા દિવસથી બે જેટલા કુત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી.
કુંડમાં ગતરોજ એટલે કે અનંત ચૌદશે ૧૮૦૦થી વધુ પ્રતિમાઓનું શ્રીજીના ભક્તોએ વિસર્જન કર્યું હતું. આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઇડ ઓથોરીટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવા તૈયારી શરુ કરી છે.અને ભકતોની લાગણી નહિ દુભાય તેની ખાસ કાળજી રાખી આ તમામ પ્રતિમાઓનું નિકાલ કરવામાં આવશે.