- ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા
દિવાળી અને નૂતન વર્ષના તહેવારો બાદ પણ ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં આગજનીની ઘટનાઓ સમવાનું નામ લેતી નથી.અંકલેશ્વરના ભડકોદ્રા ગામે રીગલ એપાર્ટમેંન્ટ પાસે આવેલા નોબલ માર્કેટ નજીકના ભંગારના ગોડાઉનમાં આજે સોમવારે બપોરે આગ ભભૂકી ઉઠી હતી.
ભડકે બળતા ભંગારના ગોડાઉન અને દૂર દૂર સુધી આગના ધુમાડાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ ફાયર ફાઈટરોને કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગોડાઉનમાં આકસ્મિક આગ ક્યાં કારણોસર લાગી તે અંગેની વિગતો બહાર આવી ન હતી.




