Published by : Rana Kajal
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમા પોલિસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવનાર થર્ટી ફર્સ્ટ અગાઉ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલિસ તંત્ર દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પરપ્રાંતીય વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું. ભરૂચ એલસીબી, એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્કોર્ડ, અંકલેશ્વર ના 5 પોલીસ મથકનાપીઆઇ. તેમજ પી.એસ.આઈ. મળી કુલ 15 અધિકારીઓનીટીમ વડે 150 થી વધુ પોલીસ જવાનો વડે માર્ગ પર તેમજ વિવિધ વિસ્તારો માંસર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસદ્વારા મકાનો તેમજ દુકાનોમાં સર્ચ કરી 43 જેટલા મિલકતધારકો સામે મિલકત ભાડે થી આપી પોલીસ માં નોંધણી ના કરવામાં બદલ જાહેરનામા ના ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.આ ઉપરાંત પોલીસ દ્વારા 43 થી વધુ પ્રોહિબિશન કેસ કરી દેશી દારૂ તેમજ નશાખોરોને જેલભેગા કર્યા હતા. તો શંકાસ્પદ વ્યક્તિ ઓ જેઓઅહીંરહેતા હોય અને કોઈ અઢાર પુરાવાના ધરાવતા હોય તેવા વ્યક્તિઓસામે બી રોલ ભર્યા હતા. નંબર પ્લેટ વગરની તેમજ આધાર પુરાવાવગરના વાહન પણ ડિટેઇન કર્યા હતા. પોલીસે 200 થી વધુ લોકો સામે કાર્યવાહી કરતા ગુનેગાર માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અંકલેશ્વર ના 5 પોલીસ મથકના પીઆઇ. મળી 15 અધિકારીઓ ની150 થી વધુ પોલીસ અધિકારીઓ સાંજે 6 થી 10 વચ્ચે કોમ્બિંગ કરી અનેક વિધ ગુના નોંધ્યાં હતાં.