- કોઈ જાનહાની નહિ .. મોટું નુકસાન
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગત મોડી રાતે આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય એક કંપનીને પણ ચપેટમાં લઇ લીધી હતી. આગમાં કોઈ જાનહાની નથી થઇ પરંતુ મોટું નુકસાન થવા પામ્યું છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં કરમાતુર ચોકડી નજીક ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલ છે. આ કંપનીમાં સોમવારે મોડી રાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે બાજુમાં આવેલ ફેમી ફાઈબર કંપની પણ આ આગની ચપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતા ડીપીએમસીના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આશરે 2 કલાકની કાબુ મેળવી શકાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી પરંતુ બંને કંપની બાળીને ખાક થઇ ગઈ હતી.