- પૌરાણિક રામકુંડનો રેવાખંડ, નર્મદાપુરાણમાં ઉલ્લેખ
- નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમા વાસીઓ પરિક્રમા દરમિયાન રામકુંડ ખાતે આશ્રય મેળવે છે
અંકલેશ્વર શહેરમાં આવેલ પૌરાણિક રામકુંડની કથા રામ જાનકી સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે.
અંકલેશ્વર હાંસોટ માર્ગ પર રામકુંડ આવેલું છે. આ રામકુંડનો પૌરાણીક ઇતિહાસ સંકળાયેલો છે. શું તમે જાણો છો ? અંકલેશ્વરમાં સ્થિત રામકુંડને રામકુંડ કેમ કહેવામાં આવે છે. તો આજે વાત કરીએ અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ રામકુંડની.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-11-at-10.26.34-1024x576.jpeg)
પૌરાણિક રામકુંડનો રેવાખંડ, નર્મદાપુરાણમાં ઉલ્લેખ
રામકુંડ તીર્થ એ ભરૂચ જિલ્લાની ધરોહર છે. રામકુંડ તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હતા. સજોદથી આવતી વેળાએ માતાજીને પીવાના પાણીની તરસ લાગી. તે સમયે ભગવાન રામે અહીં તીર માર્યું. ને એમાં નર્મદા અહીં પ્રગટ થયા. ત્યારથી આ સ્થળને રામકુંડ કહેવામાં આવે છે. આ સ્થળ ઐતિહાસિક સ્થળ છે. રામકુંડ તીર્થનો રેવાખંડ, નર્મદાપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ઘણા સંતો, મહાપુરુષો, સિદ્ધો થઈ ગયા છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-11-at-10.26.34-2-1024x576.jpeg)
મહંત ગંગાદાસબાપુ અને તેઓના અનુયાયો દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા લોકોની સેવા
નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા દરમિયાન રામકુંડ ખાતે આશ્રય મેળવે છે.આ સ્થળે મહંત ગંગાદાસબાપુ અને તેઓના અનુયાયો દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા જમવા અને મેડિસિન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી પરિક્રમા માટે આવતા નર્મદા પરિક્રમાવાસીઓને સરળતા રહે.