- યુ.પી. ની ટોળકીએ 12 વર્ષમાં 3 રાજ્યમાં 14 સ્થળે બેંકો બહાર 34 ગુના આચરી લોકોના અઢી લાખ પડાવ્યા
- અંકલેશ્વર કાલુપુર બેંક બહારથી ભરૂચ જિલ્લા પોલીસની સીટએ ગડ્ડી ગેંગના 4 સાતીરોને રૂ.2.23 લાખના મુદ્દામાલ સાથે લોકઅપ ભેગા કર્યા
- રૂમાલમાં પેહલી નોટ અસલ અને બાકી બંડલમાં કાગલોની થપ્પી મૂકી બેંકના ગ્રાહકોને છેતરતા
- પૈસા વતનમાં બેંક મારફતે મોકલવાના છે પણ ચોરી કે ગેરકાયદેના જણાવી કમિશનની લાલચ આપી ખેલ ખેલતા
અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા 12 વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડ્યા હતા
ભરૂચ એલસીબી અને અંકલેશ્વર શહેર પોલીસની બનાવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા 12 વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના 4 સાગરીતોને ઝડપી લીધા છે.બેંક બહાર કે અંદર રૂમાલમાં નોટોના બંડલ હોવાનું બતાવી આ નાણાં વતન મોકલવાના છે પણ ચોરી કે ગેરકાયદે હોય તેમ કહી કમિશનની લાલચ ઉત્તર પ્રદેશની ગડ્ડી ગેંગ આપતી હતી. જેના અવેજમાં વતન મોકલવા બેંકમાં રહેલા ગ્રાહક પાસેથી 5000 થી 25 હજાર લઈ લેતી હતી. જોકે ગ્રાહક રૂમાલ ખોલીને નોટોની ગડ્ડી જોતા માત્ર પેહલી નોટ જ અસલી જ્યારે નીચે તમામ કાગળ મળતા હતા. આવી રીતે આ ગેંગે પાછલા 12 વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 14 સ્થળે બેંકો બહાર તેનો કીમિયો અજમાવ્યો હતો.કુલ 34 લોકોને નોટોની ગડ્ડીમાં ભોળવી રૂપિયા અઢી લાખ જેટલા પડાવી લીધા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા ડીવાયએસપી ચિરાગ દેસાઈને સૂચના આપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, અંકલેશ્વર શહેર પોલીસ સહિતની ખૂન, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં સીટની રચના કરાઈ હતી.આ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના પી.એસ.આઈ. વાય.જી.ગઢવીને બાતમી મળી હતી કે અંકલેશ્વર કાલુપુર બેંક બહાર અલ્ટો કાર લઈ ટોળકી ઉભી છે. એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ, શહેર પી.આઈ. આર.એચ.વાળા, પોસઇ એ.એસ.ચૌહાણે સહિત ટીમે તુરંત બેંક પાસે પહોંચી ગડ્ડી ગેંગના 4 સાતીર અપરાધીઓને દબોચી લીધા છે.

ગડ્ડી ગેંગના મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી, સુરત, બાંદ્રા રહેતા આરોપીઓ નિતેશકુમાર રાધેશ્યામ સોનેકર, રકીબ અહમદખાન ગુર્જર, જેરામસીંગ સુંદરસીંગ પરિહાર તેમજ વીપીનકુમાર લાલપ્રતાપ મિશ્રાની ધરપકડ કરી તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.