Home Ankleshwar અંકલેશ્વરમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે લંપટ આચાર્યનું હીન કૃત્ય…

અંકલેશ્વરમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે લંપટ આચાર્યનું હીન કૃત્ય…

0

Published By : Parul Patel

  • સરકારી શાળામાં ધોરણ 8 માં ભણતી આદિવાસી છાત્રાની છેડતી
  • ઓફિસની સાફ સફાઈ કરવાના બહાને બોલાવી આચાર્યે કર્યા શારીરિક અડપલાં
  • ભયભીત બનેલી દીકરી બે દિવસથી શાળાએ ન જતા માતાએ પૂછતાં હકીકત બહાર આવી
  • સરપંચ વચ્ચે પડી માફી પત્ર લખી આપી પોલીસ ફરિયાદથી હવસખોર આચાર્ય છટકી ગયો.

અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ 8 માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે લંપટ આચાર્યે શારીરિક અડપલાં કર્યા હોવાની હીન ઘટના પ્રકાશમાં આવી છે.

અંકલેશ્વર તાલુકાના એક ગામની આદિવાસી 13 વર્ષની દીકરી છેલ્લા 2 દિવસથી શાળાએ જતી ન હતી. સ્કૂલે નહિ જવા તે ઘરે એક યા બીજું બહાનું બતાવી દેતી હતી. આખરે માતાએ દીકરીને પૂછ્યું હતું કે, કેમ બેટા સ્કૂલે નથી જવું. કઈ થયું છે. દીકરીએ આખરે રડતા રડતા માતાને શાળામાં તેની સાથે ઘટેલી ઘટના કહેતા માતા પણ સ્તબ્ધ બની ગઈ હતી.

સરકારી શાળાના આચાર્યએ જ ધોરણ 8 માં અભ્યાસ કરતી બાળકીની છેડતી કરી હતી. ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. ગભરાયેલી બાળકી આચાર્યથી પોતાને છોડાવી ઓફિસની બહાર ભાગી આવી હતી. જે બાદ તે શાળાએ જવા જ માંગતી ન હતી.

બે દિવસ શાળાએ નહી જતા માતા-પિતાએ બાળકીની પુછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે.

પરિવારજનોએ તાત્કાલિક પોલીસ મથકે દોડી આવી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે લંપટ આચાર્ય હવે તેના આ શિક્ષણ જગતને લાંછન લગાવનાર કરતુત, પોલીસ ફરિયાદ થતા પોતાની શાખના ધજાગરા અને નોકરીમાં પણ લટકતી તલવારને લઈ હાથ જોડતા દોડતો થઈ ગયો હતો.

ગામનો સરપંચ પણ વચ્ચે પડતા આચાર્યે પોતે બદલી કરાવી બીજે જતા રહેવાની અને માફીપત્ર લખી આપવાની કાકલૂદી ચાલુ કરી દીધી હતી. હવે પછી આવી હીન હરક્ત નહિ કરુંનું માફીપત્ર લખી આપતા આ બનાવમાં આચાર્ય પોલીસ ફરિયાદથી બચી ગયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version