- માથા અને છાતીમાં ગંભીર ઇજાથી બેભાન અવસ્થામાં
- નોટિફાઇડ એરિયાએ હાઇકોર્ટની ફટકાર બાદ પણ હરાયા પશુઓ પકડવા કવાયત નહિ ધરતા બાઇક ચાલક યુવાનનું જીવન જોખમમાં મુકાયું
અંકલેશ્વરની ભડકોદ્રાના વચનામૃત સોસાયટીમાં રહેતા 35 વર્ષીય જનકસીંગ ઇશ્વરસિંગ દેવડા બાઇક લઈ ઘરે આવી રહ્યા હતા. કોસમડીની રુદ્રાક્ષ સોસાયટીથી રાતે 11 કલાકે પરત ફરતી વેળા કાપોદ્રા પાટિયા પાસે રસ્તામાં ગાય આડી ઉતરી હતી.

અચાનક ગાય આવી જતા બાઇક ચાલક યુવાને કાબુ ગુમાવી રસ્તા ઉપર પટકાયા હતા. જેમાં તેમને માથા, છાતી અને કમરમાં ગંભીર ઇજા પોહચી હતી. 108 માં તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે તેમના સાળા ગણપતસીંગ લઈ આવ્યા હતા. જ્યાં તેમને આઈ.સી.યુ. માં બેભાન અવસ્થામાં દાખલ કરાયા હતા. હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.બનાવ બાદ સાળા ગણપતસીંગએ તંત્ર દ્વારા રસ્તે રખડતા હરાયા પશુઓને પકડવામાં આવે તેવી માંગણી કરી છે. જેથી કરીને કોઈનો જીવ ન જાય.