Published by: Rana kajal
અંકલેશ્વરમાં ભરૂચીનાકા નજીક આવેલ જલારામ મંદિર ખાતે યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાણા સમાજના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સમાજના અનુભવી શિક્ષકો દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા તથા એપ્રિસિએટ કરવાના હેતુથી ગઈકાલે તારીખ 26/2/2023 ને રવિવારના રોજ સાંજે 6: 00 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને અનુભવી શિક્ષકો દ્વારા પરીક્ષા અંગે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને બુકે, ચોકલેટ, અને પરીક્ષાલક્ષી સાધનોનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમ સમાજના અનુભવી શિક્ષકો દાતાશ્રીઓ તથા યુવા રાણા સમાજના પ્રમુખ ગૌરાંગભાઈ રાણા, મહામંત્રી નિલેશભાઈ રાણા અને આશિષભાઈ રાણા તેમજ ઉપપ્રમુખ તરીકે રિતેશભાઇ, યોગેશભાઈ ભરતભાઈ, પ્રજ્ઞેશભાઈ, મિતેશભાઇ તથા સમાજના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.