Published By : Aarti Machhi
ભરૂચ જીલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અંકલેશ્વરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સુરવાડી બ્રિજથી ચૌટા નાકા સુધીના માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ મોપેડ સવારે અન્ય મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના વિડીયો વાયરલ થયા છે.આ અકસ્માતની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
https://x.com/channelnarmada/status/1819326950474707001?t=ZVFKquW-FITcWmGd0lUeXw&s=19