અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર સામે આવેલા મધુવન શોપિંગમાં આવેલી દુકાનમાં સરકડી5 અનાજનો જથ્થો સગેવગે કરાતો હોવાની બાતમી મામલતદારને મળી હતી.જેના આધારે મામલતદાર કે.એમ.રાજપૂત, પુરવઠા નાયબ મામલતદાર સાથે દરોડો પાડ્યો હતો. તંત્રના દરોડામાં સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાં ટેમ્પા નંબર જીજે 16 ડબ્લ્યુ 3575 માંથી અંકલેશ્વર તાડ ફળિયામાં રહેતા ટેમ્પા ચાલક રાજેશ વસાવા દ્વારા ઉતારવામાં આવી રહ્યા હતા.જેમાં ચોખાના 155 કત્તા અને દુકાનમાં અન્ય દઢાલ મંડળીના 277 ચોખાના કત્તા મળી આવ્યા હતા. સરકારી અનાજને સગેવગે કરવાના કૌભાંડમાં મામલતદાર દ્વારા ટેમ્પો, અનાજ સિઝ કરી ટેમ્પા ચાલક, સુરતના સત્યેન્દ્ર શ્યામસુંદર રાજપૂત અને અંકલેશ્વર હાઉસિંગ બોર્ડના ભગવતી ચુનીલાલ ખટીક સામે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.