અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામ પાસે રાજ્યની સોથી મોટી હવાઈ પટ્ટીનું નિર્માણ થઇ રહ્યું છે આ હવાઈ પટ્ટી ક્યારે તૈયાર થાય તે અંગે ભરૂચ જીલ્લાના ઉદ્યોગપતિઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે વાસ્તવમાં અમૃતપુરા એર કનેકટીવીટી શરુ થતા પાકા અને કાચા માલ સામાન દેશ વિદેશમાં મોકલવામાં સરળતા રહેશે તેમજ આર્થિક રીતે અને સમયની દ્રષ્ટીએ પણ ખુબ કિફાયતી સાબિત થશે ૨.૫ કિમીથી વધુ લંબાઈ ધરાવતી હાલ અમદાવાદ વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે.

રાજ્યના ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ અમૃતપુરા સાઈટની મુલાકાત લીધી હતી તેમજ કોન્ટ્રાકટરને જરૂરી અને મહત્વની સૂચનાઓ આપી હતી આનંદ દાયક માહિતી એવી પણ જાણવા મળેલ છે કે અમૃતપુરા એરસ્ટ્રીપ પરથી બોઇંગ અને એરબસ જેવા મોટા વિમાનો પણ ઉડાન ભરી શકે તેવું આયોજન થઇ રહ્યું છે.

આમતો છેલ્લા ૩૦ વર્ષોથી અમૃતપુરા એરસ્ટ્રીપ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ કોઈ નક્કર કામ કરવામાં આવતું ન હતું તેવામાં ડીસેમ્બર ૨૦૨૧ના સમય અરસામાં અમૃતપુરા ખાતે કાર્ગો એટલે કે માલસામાન અંગેના વિમાનોની અવર જવરની સેવા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેની ટેન્ડર પક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તેમજ આશરે રૂ ૯૦ કરોડના વિવિધ કામકાજોનો ઈજારો આપવામાં આવ્યો હતો હવે મંત્રી પુર્ણેશ મોદીના નિવેદન પછી આવનારા ૧૮ મહિનાના સમયમાં અમૃતપુરા એરસ્ટ્રીપ પર કાર્ગો વિમાનની અવર જવર શરુ થશે એમ લાગી રહ્યું છે.