- એક કિમીના વોકિંગ વે સાથે એક્યુપ્રેશર ટ્રેકનું પણ નિર્માણ
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભરૂચી નાકા વિસ્તારમાં પોણા એક કિલોમીટરના વિસ્તારમાં વોકિંગ ટ્રેક ઊભો કરવાના પ્રોજેકટનું 85% કામ પૂર્ણ થયું.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટીફિકેશન માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયોજન હાથ ધરાયુ છે.જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું 85% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા લાઇટિંગ, ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોક વે સાથે ભરૂચના માતરિયા તળાવની જેમ ગાર્ડન બનાવાય રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે. લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે.સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેમજ નાના બાળકો માટે રમત-ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવશે. સાથે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવામાં આવશે. તો અહી એક્યુપ્રેશર વોક વે પણ બનશે.