Published by : Rana Kajal
- GPCB માં ફરિયાદ કરાતા એ જ બીબાઢાળ પદ્ધતિએ સેમ્પલો લઈ તપાસ હાથ ધરાઈ
- ચોમાસામાં બેજાવબદાર ઉદ્યોગોનો કેમિકલયુક્ત પાણીનો બારોબાર નિકાલ કરી જળસ્રોતોને દૂષિત કરવાનો સિલસિલો
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીક થી પસાર થતી અમરાવતી નદી માં પ્રદુષિત પાણીના લીધે અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે.

અમરાવતી નદીમાં આ અગાઉ પણ આવા બનાવો અનેક વખત બન્યા છે. પર્યાવરણને ગંભીર નુકસાન થવા સાથે જળચરો જોખમમાં મુકાઈ જાય છે. માછલાઓ મૃત્યુ પામવાની ઘટનામાં ગ્રામજનોની ફરિયાદના આધારે GPCB એ દોડી આવી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી.
દર વખતે આવી ઘટનાઓમાં તપાસ થાય છે તેમ છતાં ઘટનાઓ બનતી જ રહે છે. લેખિત અને મૌખિક અનેક ફરિયાદો કે રજૂઆતો બાદ પણ ગુન્હેગારો કોણ એ પણ જાણી શકાતું નથી.

ક્યાં ઉદ્યોગો દ્વારા આ રીતનું કૃત્ય કરવામાં આવે છે તે પણ બહાર આવતું ન હોય, જેથી જળ અને જમીન પ્રદુષિત કરતા ગુન્હેગારો ઉપર કોઈ ગાજ વરસતી ન હોય જાહેર જળસ્રોતોને દૂષિત કરતી ઘટનાઓનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. ગ્રામજનોએ GPCB દ્વારા કડક પગલાં ભરી કસૂરવાર ઉધોગો સામે કાર્યવાહી કરાઈ તેવી માંગ કરાઈ છે.