મારી દીકરી,મારો દીકરો મારા ઘરના આંગણે અંતર્ગત બાળકો ભારતીય સંસ્કૃતિ મુજબ શેરી ગરબાની પ્રથા સાચવી રાખે તે માટે છેલ્લા ૧૦ વર્ષથી અંકલેશ્વર કોસમડી ગામ પાસે આવેલ અંબે ગ્રીન સોસાયટીમાં નવરાત્રી પર્વમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-03-at-2.32.52-PM-1.jpeg)
સોસાયટીના તમામ સભ્યો બાળકો ટ્રેડિશનલ ડ્રેસ પરિધાન કરી ગરબાના તાલે ગરબે જુમી ઉઠ્યા હતા આ નવરાત્રી મહોત્સવમાં બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ શેરી ગરબામાં સોસાયટીના પ્રમુખ હિતેશ વસી, રાજેશ પટેલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.