- કેમિકલ ભરેલા ટેમ્પોમાં આગ લાગતાં દોડધામ.. કોઈ જાનહાનિ નહીં
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ યોગી એસ્ટેટ પાસે એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. આગ ઉપર ગણતરીના સમયમાં કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી

મળતી વિગતો અનુસાર કેમિકલ ભરી એક ટેમ્પો જી.આઈ.ડી.સી. વિસ્તારમાં યોગી એસ્ટેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન અચાનક ટેમ્પોમાં આગ ફાટી નીકળી હતી જો કે સમય સૂચકતા વાપરી ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો. જોત જોતામાં ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો. બનાવની જાણ થતાં ડીપીએમસી ના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં નમાં કોઈ જાનહાનિ ન નોંધાતા સહુએ રાહતનો શ્વાસ લીધો હતો.