Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઅંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતો વિદ્યાર્થી ડિપ્લોમાં એનવાયરમેન્ટ એન્જિનિયરીંગમાં ગુજરાતમાં ટોપ પર

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતો વિદ્યાર્થી ડિપ્લોમાં એનવાયરમેન્ટ એન્જિનિયરીંગમાં ગુજરાતમાં ટોપ પર

  • ભૌમિત તલાવીયાએ રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કરતા પરિવારમાં ખુશી

સમગ્ર રાજ્યમાં ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજના ડિપ્લોમા એનવાયરમેન્ટ એન્જીનીયરિંગમાં અભ્યાસ કરતો ભૌમિત તલાવીયાએ પ્રથમ ક્રમ હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને મહેનત કરીને નાના શહેરનો વિદ્યાર્થી રાજ્યમાં ઝળકે તો એના પરિવારજનો માટે સપનું સાકાર કર્યો હોય તેવો અહેસાસ થાય છે.આવા જ એક વિદ્યાર્થી કે જેઓ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા ભૌમિત જયંતભાઈ તલાવીયા ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજમાં એનવાયરમેન્ટ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીએ તેની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. જેમાં તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઝળકયો છે.અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

જીટીયુના પદવીદાન સમારોહ રાજ્યપાલએ ભૌમિત તલાવીયાને પ્રમાણ પત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કર્યો

અમદાવાદની સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતના હસ્તે ભૌમિત જયંતભાઈ તલાવીયાને પ્રમાણ પત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ,પ્રફુલ પાનસેરિયા સહિત જી.ટી.યુના વાઇસ ચાન્સેલર પંકજરાય પટેલની ઉપસ્થિતમાં ભૌમિત તલાવીયાને ગોલ્ડ મેડલથી નવાઝવામાં આવ્યા હતા.રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કરતા વિદ્યાર્થી ભૌમિત તલાવીયાના માતા-પિતા અને પરિવારજનો ખુશીઓમાં તરબોળ બન્યા છે વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ આવતા જ તેના ઘરે ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!