- ભરૂચ LCB એ મોંઘીદાટ બોટલ મળી કુલ ૧.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- જયારે બુટલેગરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર
તહેવારોમાં દારૂનું રેલમછેલ અટકાવવા ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDC ના પાનસો ક્વાટર્સ સામે આવેલ ગણેશ પાર્કમાં રહેતો બુટલેગર આર.સી.એલ. કોલોની નવજીવન ગ્રાઉન્ડ પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે LCBએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની મોંઘીદાટ ૯ નંગ બોટલ ઝડપી પાડી હતી પોલીસે ૧૬ હજારથી વધુનો દારૂ અને એક ફોન તેમજ રોકડા મળી કુલ ૧.૫૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ વિસનગરના અને હાલ અંકલેશ્વર GIDC ના પાનસો ક્વાટર્સ સામે આવેલ ગણેશ પાર્કમાં રહેતો બુટલેગર રાજેશકુમાર ઉર્ફે ભગત લક્ષ્મણ પ્રજાપતિને ઝડપી પાડી તેને GIDC પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.