અંકલેશ્વરના જીતાલી ગામની નવી નગરી પાછળથી ઝડપાયેલ જુગારના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય સુત્રધાર સહીત બેને ઝડપી પાડ્યા હતા
ગત તારીખ-૨૦મી ડીસેમ્બરના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરી પાછળથી ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડી રોકડા ૧૬ હજાર અને ૬ મોબાઈલ ફોન તેમજ બે વાહનો મળી કુલ ૮૨ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જયારે મુખ્ય સુત્રધાર સાથે બે જુગારી ફરાર થઇ ગયા હતા તે દરમિયાન તાલુકા પોલીસે જુગારના મામલમાં નાસ્તો ફરતો મુખ્ય આરોપી મહેશ પ્રભાત વસાવા અને સંજય ઉર્ફે મચ્છી પ્રભાત વસાવાને તેના ઘરેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.