અંકલેશ્વર શહેરમાં કેટલાક તબીબો મેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવામાં ઉદાસીન લાગી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે જાહેર આરોગ્ય જોખમાય તે રીતે અંકલેશ્વર નગર પાલિકાના ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનમાં મેડીકલ વેસ્ટનો જથ્થો મળ્યો હતો જેમાં મેડીસીન,સીરફની બોટલ અને અન્ય મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.

આ જથ્થો પાલિકાની ડમ્પિંગ સાઈટમાં ઠલવાય તે પહેલા જ શહેરમાંથી કેટલાક જાગૃત નાગરિકોએ આ મેડીકલ વેસ્ટ ઝડપી પાડ્યો હતો ત્યારે એક તરફ રોગચાળાની મોસમ વચ્ચે બેજવાબદાર હોસ્પિટલ લોકોનું આરોગ્ય જોખમાય તે રીતે જથ્થાનો નિકાલ કેવી રીતે કરી શકે તેવી બુમો ઉઠી છે ત્યારે તંત્ર દ્વારા આ બેજવાબદાર હોસ્પિટલના સંચાલક અને તબીબો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી બુમો ઉઠી છે.તો બીજી તરફ સરગમ કોમ્પ્લેક્ષમાં આવેલ હોસ્પિટલોના તબીબોને નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે.