- છેલ્લા ત્રણ દિવસમાં ૭થી વધુ લોકોને ઈજાઓ પહોંચી
અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતની વણજાર વચ્ચે ૭થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વરના અંદાડા ગામની શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતી ક્રિષ્નાબેન પ્રકાશ આહિર પોતાની બહેનપણી જીનલ ગજ્જર સાથે પોતાની એકટીવા નંબર-જી.જે.૧૬.ડી.એફ.૪૩૮૩ લઇ ભરૂચથી અંદાડા ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અંબે માતાજીના મંદિર સામે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલ પલ્સર બાઈક નંબર-જી.જે.૧૬.ડી.એચ.૫૩૪૧ના ચાલકે એકટીવા સવાર મહિલાઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને મહિલાઓને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે તેઓને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
આવી જ રીતે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ ગોલ્ડન પામ્સ ખાતે રહેતા ૩૧ વર્ષીય રવિરાજ રાજેન્દ્ર જોશી પોતાની બાઈક નંબર-જી.જે.૧૪.એ.ડી.૧૦૨૬ લઇ પાનોલી નોકરી પરથી પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર દ્વારકાધીશ હોટલ પાસે આઈસર ટેમ્પો ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા ચોકડી,નવજીવન હોટલ અને નાગલ ગામના પેટ્રોલ પંપ,દ્વારકાધીશ હોટલ સામે,ભરૂચ-અંકલેશ્વર માર્ગ ઉપર અંબે માતાજીના મંદિર પાસે મળી કુલ છેલ્લા ત્રણમાં દિવસમાં ૭થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.