Home Ankleshwar અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણનો વિદેશી દારૂનો મોટો જથ્થો...

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

0
  • શહેર પોલીસે ૧.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના તાડ ફળિયાના કુખ્યાત બુટલેગરે હાઇવે ઉપર રાજપીપળા ચોકડી પાસે આવેલ સાંઇ લોક રેસીડેન્સીમાં સંતાડેલ ૧.૦૫ લાખનો વિદેશી દારૂ શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

અંક્લેશ્વર : શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે બાતમી મળી હતી કે અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર શાહરૂખ નજીર પઠાણએ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે આવેલ સાંઇ લોક રેસીડેન્સીમાં મકાન ભાડે લઇ ત્યાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બારીમાંથી મકાનમાં જોતા વિદેશી દારૂનો જથ્થો જણાઈ આવ્યો હતો.

પોલીસે મકાનમાં પ્રવેશ કરી તપાસ કરતા વિદેશી દારૂની ૧૦૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧.૦૫ લાખનો દારૂ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પર્વ પહેલા જ બુટલેગરોએ વિદેશી દારૂનો જથ્થો સ્ટોક કરવાનું શરુ કરી દીધો હોવાનું મનાઈ રહ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version